ચાય પે ચસ્કા

  • 386
  • 150

ચાય પે ચસ્કા️ એય રાજુ..... બે કટિંગ લાવ.... સ્પેશિયલ... હો....મેહુલે રાજુ ને મોઢેથી માસ્ક હટાવતા બે અડધી ચા નો ઓર્ડર આપ્યો...લે બે કેમ?? અડધી-અડધી એ નહીં થાય હો.... બે પોણીયા (અડધા થી વધુ) નો ઓર્ડર આપ.. કેમકે આ માથું બવ જ ચડ્યું છે... અને ક્યાંય સારી ચા ય મળી નથી.. અને આ કોરોના માં ક્યાંય અજાણ્યા સ્થળે પી એ નથી શકાતી...  મનાલી એ કતરાતા કહ્યું..(હા, મેહુલ અને મનાલી બંને સોશિયલ મીડિયા થકી મિત્રો બન્યા હતા. મેહુલ બેન્કિંગ ક્ષેત્ર તો મનાલી શિક્ષિકા તરીકે સ્કૂલમાં જોબ કરતી હતી, {આમ તો અહીંયા શિક્ષિકા તરીકે સ્કુલ માં જોબ કરતી હતી એવું લખવાની જરૂર ન હતી..