નામ એનું શ્યામા

  • 342
  • 1
  • 108

"નામ એનું શ્યામા"એનું નામ કાળી..ઘરમાં પ્રેમથી કાળી કહેતા હતા છતાં પણ કાળીને ખોટું લાગતું નહોતું. નામ તો એનું શ્યામા હતું.દેખાવમાં બિલકુલ કાળી હતી.ઘરમાં પણ બધા એને કાળી કહીને બોલાવતા હતા.યોગ્ય ઉંમરની થતાં એના માબાપ એના માટે મૂરતિયો શોધવા લાગ્યા. પણ કાળી હોવાના કારણે કોઈ એને પસંદ કરતું નહોતું.માબાપ નિરાશ થઈ જતાં હતા.ઘરમાં બધા એને ટોકવા લાગ્યા.આ તારો કાળો રંગ જ તને નડી રહ્યો છે.ત્યારે શ્યામા કહેતી કે એમાં હું શું કરું? કુદરતે જે આપ્યું છે એ સ્વીકારી લેવું જોઈએ. છો હું કાળી દેખાઉં છું પણ કામની બાબતમાં મારી ઝડપ છે.ના આવડે તો શીખી શકું છું.જો હું બોજારૂપ લાગતી હોય તો