ભૂલચૂક માફ

  • 430
  • 150

ભૂલચૂક માફ- રાકેશ ઠક્કર        બોલિવૂડમાં ‘મેડોક ફિલ્મ્સ’ ની ફિલ્મો અલગ રહેતી હોવાથી દર્શકોને એમના પ્રત્યે અપેક્ષા વધી છે ત્યારે ‘ભૂલચૂક માફ’ આવી છે. જો આવી નાની ‘ભૂલચૂક’ થતી રહેશે તો આગામી સમયમાં એમની ફિલ્મોને દર્શકોનો અને સમીક્ષકોનો પ્રેમ કદાચ મળશે પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવવાનું શક્ય બનશે નહીં. રાજકુમાર રાવની ‘ભૂલચૂક માફ’ માત્ર બે કલાકની અને મનોરંજન આપી જતી ફિલ્મ છે એના કરતાં આજકાલ આવતી ફિલ્મો કરતાં સારી છે એ કારણે વધુ પસંદ કરવામાં આવી છે. ‘મેડોક ફિલ્મ્સ’ ની પ્રતિષ્ઠા મુજબની આ ફિલ્મ નથી.        સામાન્ય રીતે ‘ટાઈમ લૂપ’ ના વિષય પરની ફિલ્મો સાઈફાઈ હોય છે ત્યારે ‘ભૂલચૂક માફ’ને સામાજિક કોમેડી તરીકે બનાવવામાં આવી છે. અને એને ભગવાન ભરોસે છોડી દેવામાં આવી છે.