પ્રકરણ 2 : 'બાલભવન' ની મુલાકાત “બાલભવન”- આ શબ્દ આખો દિવસ વિજયને અકળાવી રહ્યો. ગઈ રાત વાળી કાર યાદ છે ને? તેના પૈડાં આપોઆપ બાલભવન પાસે જઈને ઉભા રહ્યાં. વિજય ગાડીમાંથી ઉતરીને કેટલીય વાર સુધી બાલભવન ને જોઈ રહયો. આછા પીળા રંગનું અને લીલી બારીઓ વાળું એ બિલ્ડીંગ. સારી આવે હરિયાળી હતી બિલ્ડીંગની આસપાસ. નાનકડો પણ ખુબ સારી રીતે માવજત કરેલો બગીચો. બહુ મોટું નહિ પણ દેખાઈ આવે એ રીતે સફેદ રંગના પેઇન્ટમાં લાલ અક્ષરથી લખેલું “બાલભવન”. તેની બરાબર જમણી બાજુએ એક પારણું મૂકેલું હતું. તેની પાછળની દીવાલ પર બરાબર સામે સોનેરી અક્ષરમાં એક વાક્યકંડારેલું હતું – “શીશુ ઈશ્વરની