પરિવાર

  • 398
  • 1
  • 104

પરિવાર"अयं निजः परो वेति गणना लघुचेतसाम्। उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥": "આ મારું છે, તે પરાયું છે, આવો સંકુચિત વિચાર સાંકડી માનસિકતા ધરાવતા લોકો કરે છે. ઉદાર સ્વભાવના લોકો માટે તો આખું વિશ્વ જ એક કુટુંબ છે."   શાકભાજીવાળાએ ત્રીજા માળની ઘંટડીનું બટન દબાવ્યું. ઉપર બાલ્કનીનો દરવાજો ખોલીને બહાર આવેલી સ્ત્રીએ નીચે જોયું. "બેન, શાકભાજી લઈ લો! કહો, શું-શું તોલવું? ઘણા દિવસથી તમે મારી પાસેથી શાકભાજી લીધું નથી. કોઈ બીજું આપી જાય છે શું?" શાકભાજીવાળાએ કહ્યું. "થોભો, ભાઈ! હું નીચે આવું છું." સ્ત્રી નીચે ઉતરી આવી અને શાકભાજીવાળા પાસે આવીને બોલી, "ભાઈ, તું અમારા ઘરની ઘંટડી ના દબાવતો. અમને શાકભાજીની