અમે બેંક વાળા - 42. અર્થમ્ સાધ્યામિ દેહમ પાતયામિ

  • 270
  • 1
  • 76

42. અર્થમ્ સાધયામિ દેહમ્ પાતયામિ 1989 કે  90 ની વાત છે. હું મીઠાપુર શાખામાં કાર્યરત હતો. અમારી શાખા ચીફ મેનેજર હેડેડ હતી અને એમની નીચે સિનિયર મેનેજર હતા શ્રી. પંડ્યા. મૂળ ભાવનગરના. ગોરી ત્વચા અને ઊંચા, પહોળા. માથે બધા રૂપેરી વાળ. જો કે ઉંમર 50 થી તો ઓછી હતી.શાખામાં મુખ્ય તો ટાટા કેમિકલ્સ અને એના કોન્ટેક્ટર્સના એકાઉન્ટ અને બચત ખાતાં મોટે ભાગે ટાટાના કર્મચારીઓ અને એનાં કુટુંબીઓનાં. એ લોકોનો લંચ પડે 1વાગે ત્યારે એક સાથે જે ભીડ થાય!  લાઈન બેંકનાં પગથિયાં ઊતરી નજીકના, 100 મીટર  દૂર રહેલ ચોક ના ધ્વજના થાંભલા સુધી પહોંચી જાય. પાસબુક ભરવા એક ક્લાર્ક devoted હોય પણ