મમ્મીની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું. કે મારા જીવનમાં આટલી મોટી તકલીફ આવી હતી ને મને કંઈ ખબર જ ન પડી. મમ્મી, પપ્પા કે ડોકટરે કોઈએ પણ મને મારા માતૃત્વની અનિશ્ચતતા વિશે કંઈ ખબર જ ન પડવા દીધી. પણ હું ખુશ હતી. આ બધી તકલીફો છતાં હું મા બનવાની હતી. હવે હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે બધું સારું થઇ જાય. હું હેમખેમ મારા સંતાનને જન્મ આપું અને આપણો સંસાર સારી રીતે આગળ વધે. હવે હું વિચારતી કે આવનાર સંતાનને હું ક્યારેય કોઈ તકલીફ ન પડવા દઈશ. હું આ સમયે મારા ઘરે હતી. ને તમે એકવાર મને મળવા આવ્યા હતા.