આગળ આપણે જોયું કે પ્રિયા પોતાનું કામ ખૂબ જ રસ પૂર્વક કરતી હતી અને તેમાં તે આગળ પણ વધી હતી. હવે નવું વિન્ટર કલેક્શન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા તેમાં પ્રિયાએ ઘણા બધા વિચારો કરી રાખ્યા હતા. ખૂબ નવીનતમ અને સરસ . પ્રિયા પોતાના બધા આઈડિયા મેનેજરને તે બતાવવાની હતી પણ તે બધી વસ્તુ પરફેક્ટ તૈયાર થાય પછી જ તેનુ પ્રેઝન્ટેશન આપવા માંગતી હતી. પ્રિયા પહેલા સ્ટાફના અમુક લોકોનું પ્રેઝન્ટેશન જોય અને પછી જ પોતાનું મુકવા માંગતી હતી કારણ કે આ તેનું પહેલું જ પ્રેઝન્ટેશન હતું એટલે થોડીક નર્વસ હતી. મિસ તારા ની ગેરહાજરીમાં સ્ટાર કંપની માં બધું હેન્ડલ તેમનો દીકરો પ્રેમ કરતો