યાદોનાં સહારે

  • 488
  • 168

બાળપણનો પ્રેમ યાદોનાં સહારે ઘણીવાર મનની વાતો આપણાં મનમાં જ સમાઈ જાય છે.એક ડર સાથે ઘર અને સમાજનાં ડરના લિધે ખુલ્લીને ક્યારેય જીંદગીના બનેલાં કિસ્સો કોઈને કહેતાં નથી પણ એ મીઠાં સ્મરણો જીવનભરનું ભાથું બની જાય છે.                અષાઢ મહિનાનો એ પહેલો વરસાદ હતો. માટીની સોડમ હજુ પણ મારા નાકમાંથી પસાર થતાં બાળપણની યાદોને તાજી કરી રહી હતી. મારા ઘરના આંગણે પડેલા વડના ઝાડ નીચે હું હિંચકે ઝૂલતો હતો, અને મનમાં અચાનક એક ચહેરો તરી આવ્યો – રાધા.રાધા! નામ સાંભળતા જ હોઠ પર એક ધીમું સ્મિત આવી ગયું. અમે બંને પાડોશી હતા, અને જાણે