નિતુ - પ્રકરણ 112

  • 798
  • 472

નિતુ : ૧૧૨ (પુનરાગમન) "વિદ્યાને છોડવી એ મારી ઈચ્છા નહોતી, પણ મજબૂરી હતી. હું એને જણાવ્યા વિના જ ટાઈમ્સને છોડવાની તૈય્યારી કરી રહ્યો હતો.""એને જણાવ્યા વિના?" નિતુએ થોડી જીણી આંખો કરતાં પૂછ્યું."હા..." નિકુંજે આગળની વાત શરૂ કરી. કહ્યું, "કોર્ટ કેસ પત્યા પછી ઓફિસમાં એક લેટર આવ્યો. રોનીએ જતા જતા વિદ્યા માટે જે.સી.ના રૂપમાં એક મુસીબત છોડી હતી. તેમણે અવિશ્વાસ બતાવ્યો હતો અને એનું મોટું નુકસાન ટાઈમ્સને ભોગવવું પડ્યું હતું. એના આમ કરવા પાછળનું મોટું કારણ હતું ટાઈમ્સને તોડવાનું."અસમંજસતાથી નિતુએ પૂછ્યું, "એ કઈ રીતે?""નિતુ, તું થોડા દિવસ પહેલા શર્મા પાસે ગઈ ત્યારે એણે શું મુદ્દો રજૂ કર્યો હતો ડીલ કેન્સલ કરવા?"યાદ કરતા