ધીમા વરસાદ અને તારી યાદ આજે સવારથી જ આકાશ ઘેરાયેલું હતું. હવામાન વિભાગે તો ભારે વરસાદની આગાહી કરી હતી, પણ વરસતો હતો માત્ર ધીમો, છૂટોછવાયો વરસાદ. બારીની બહાર જોતા જ મને તું યાદ આવી ગયો. ધીમો વરસાદ અને તારી યાદ – જાણે એકબીજા સાથે વણાયેલી હોય.મને યાદ છે, પહેલી વાર આપણે કયા મળ્યા હતા. એ પણ એક ચોમાસાનો દિવસ હતો. શહેરના એક જૂના પુસ્તકાલયમાં, હું એક પુસ્તક શોધી રહી હતી અને બહાર ધીમો વરસાદ વરસતો હતો. અચાનક મારી નજર તારા પર પડી. તું પણ એક પુસ્તક શોધી રહ્યો હતો, અને તારા ચહેરા પર એક અનોખી