તલાશ 3 - ભાગ 42

  • 582
  • 298

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "હવે આપણે શું કરવાનું છે.?" નાઝ પૂછી રહી હતી એ એક ખુરશી પર બેઠી હતી જયારે સામે પલંગ પર અઝહર અને શાહીદ બેઠા હતા. "આપણે આપણું ઓપરેશન અટકાવવાનું નથી, કોઈ ઓફિશિયલ ઓર્ડર આપણને મળ્યો નથી. અને આમેય એમાં આપણોજ ફાયદો છે." અઝહરે કહ્યું.   "હા એ તો બરાબર છે. પણ હમણાં અબ્બુનો ફોન હતો એ લોકો પણ આટલામાં જ છે એક સાઉથ આફ્રિકા કંપની તરફથી. એમને હેડક્વાર્ટર માંથી મેસેજ મળ્યો છેકે સવાર સુધીમાં આપણે બધાને મેસેજ મળી જશે બધા છુટા