દેવ સુદેશને કહે છે - 'બધુ બરોબર છે કાકા, પણ આ લેબ અહીં કેવી રીતે આવી?'અને આમ કહીને તે પોતાના માથાના વાળ ખંજવાળવા લાગે છે.સુદેશ દેવના સવાલોના જવાબ આપતા તેઓ કહે છે- "આ તો માત્ર શરૂઆત છે, દેવ આગળ ઘણું બધું જોશે."આટલું કહી તે આગળ વધે છે. દેવ પણ તેમને અનુસરવા લાગે છે.દેવના મનમાં ઘણા પ્રશ્નો હતા જે તે સુદેશને પૂછવા માંગતો હતો પણ તે પોતાની જાતને કાબૂમાં રાખે છે અને ચુપચાપ આગળ વધે છે.તેથી જ દેવ મનો મન વિચારે છે કે - 'ગમે તે થાય, પરંતુ મારે આ વસ્તુ થી શી મતલબ, હું ફક્ત કાકાની મદદ લેવા આવ્યો છું.