"સિંગલ મધર"( ભાગ -૨૦)ઝંખના મેડમ અને કિરણની વાતચીત ફોન પર લાંબી ચાલે છે.ઝંખના એના ભાઈ માટે કિરણને મળવા માંગે છે.એ માટે બીજા દિવસે સાંજે હોટલમાં મળવાના હોય છે.હવે આગળ..ઝંખના..હું સમજી ગઈ છું. આ ટાઈમ પાસ એટલે કોઈ છોકરીને મળવાના છો? હું તને જલદી છુટો કરીશ. ટુંકમાં વાતચીત કરીશું. તો આપણે આવતીકાલે સાંજે મળીએ.કિરણના મુખ પર સ્મિત આવી ગયું.મનમાં.. ઝંખના હોશિયાર છે. તરત જ ખબર પડી જાય છે.કિરણ..ટાઈમ પાસ માટે નથી. પણ એક ખાસ કામ અર્થે મળવાનું છે. તમારી સાથે વાતચીત થયા પછી એને મળવા જવાનો છું.ઝંખનાના મનમાં પણ વિચારો આવવા લાગ્યા.ઝંખના..મને લાગે છે કે કોઈ ખાસ છે. અને ઘણી વખત