હું, વૈદેહી ભટ્ટ - ભાગ 5

  • 324
  • 110

યશવંત,મૈત્રી અને કપીશ તથા આખી ટીમ સાથે હોસ્પિટલ પહોંચ્યો. ત્યાં ડોક્ટર મોતીવાલા વૈદેહીને તપાસી રહ્યા હતા. વૈદેહીને હજી એકદમ હોશ નહોતો આવ્યો."ડોક્ટર કંઇ કહ્યું વૈદેહીએ?"" PSI મૈત્રી તમે મને મારું કામ કરવા દેશો. હજી તો પેશન્ટને બરાબર હોશ પણ નથી આવ્યો અને તમે ઘોડા પર ચડીને પૂછતાછ કરવા આવી ગયા. તેમને નોર્મલ થતા થોડો સમય લાગશે. ત્યાં સુધી hold yours thoughts પ્લીઝ."મૈત્રી કંઇ કહેવા જતી હતી પણ યશવંતે તેને રોકી. "ઠીક છે ડૉક્ટર બે દિવસ રાહ જોઈ હજી થોડો સમય રાહ જોવામાં વાંધો નથી."ડોક્ટર મોતીવાલા પોતાની કેબિન માં ગયા ને તેમને એક ફોન કર્યો."હા, વૈદેહીને હોશ આવી ગયો છે.""શું? અરે ના