પરંપરા કે પ્રગતિ? - 12

  • 1.2k
  • 1
  • 702

આગળ આપણે જોયું, જેન્સી બેડ પર કાગળ રાખે છે.નીતા કહે છે, "આમાં શું લખ્યું છે તે જો."પણ જેન્સી વિશ્વાસ રાખીને આપેલ કોઈનો કાગળ કેમ વાંચવો, તે દુવિધામાં હતી.નીતાથી રહેવાતું નથી એટલે તે કહે છે, "હું વાંચું?"જેન્સી કંઈપણ બોલતી નથી, પણ ના પણ નથી કહેતી.નીતા લેટર ખોલીને તેનો ફોટો પાડી લે છે અને વાંચવા લાગે છે."જાન સર,તમારું અકસ્માત નથી થયું, પણ તમને મારવાની કોશિશ કરવામાં આવી છે અને હોસ્પિટલમાં પણ તમારા પર હુમલો કરવાના હતા, પણ હું સમયસર પહોંચી જઈને તે રોકી લીધું. પણ હવે તે લોકો ને મારા પર શંકા ગઈ છે એટલે મારે જવું પડશે, પણ તમે સજાગ રહેજો.