કેટલાં વર્ષો પછી મીરા તેની માતા કેસીને જુએ છે. કેસીના માથાના વાળ સફેદ થઈ ગયા છે અને તેનાં કપડાં પણ જૂનાં અને મેલાંઘેલાં છે. કેસીની આવી હાલત જોઈને મીરાનું ગળું ભરાઈ આવે છે. કેસી અને મીરા બંને એકબીજા સામે જોતા જ રહે છે. મીરા કંઈ બોલવા જાય તે પહેલાં ત્યાં આકાશ મીરા પાસે અચાનક આવી જાય છે. તે કેસી સામે જોઈને મીરાને પૂછે છે, "આ બેન કોણ છે?" મીરા કેસીની સામે જુએ છે. એટલી વારમાં મીરાની એક નાનપણની ફ્રેન્ડ નીતા ત્યાં આવી જાય છે.નીતા કંઈપણ બોલવા જાય તે પહેલાં આકાશ બોલે છે, "તમારા જૂના કામ કરવાવાળા બેન લાગે છે. મીરાને