ન્યાયાધીશનો દંડ "अंगेन गात्रं नयनेन वक्त्रं, न्यायेन राज्यं लवणेन भोज्यम्" "જેમ અંગોથી શરીર, આંખોથી ચહેરો, અને મીઠાથી ભોજનની સાર્થકતા પૂર્ણ થાય છે, તેમ ન્યાયથી રાજ્યને સાર્થકતા પ્રાપ્ત થાય છે." અમેરિકામાં એક પંદર વર્ષનો યુવક હતો, જે એક દુકાનમાંથી ચોરી કરતાં પકડાયો. પકડાતાં તે ગાર્ડની પકડમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં દુકાનનું એક શેલ્ફ પણ તૂટી ગયું. છોકરાને કોર્ટ માં લઇ ગયા. ન્યાયાધીસ સમક્ષ ઉભો કર્યો. ઓર્ડર ઓર્ડર ન્યાયાધીશે ગુનો સાંભળ્યો અને યુવકને પૂછ્યું, "શું તેં ખરેખર બ્રેડ અને ચીઝનું પેકેટ ચોર્યું હતું?" યુવકે નજર નીચી કરીને જવાબ આપ્યો, "હા." ન્યાયાધીશ: "શા માટે?" યુવક: "મને જરૂર હતી." ન્યાયાધીશ: "ખરીદી લેત." યુવક: "પૈસા નહોતા."