સીમંત કરવાનો સમય નજીક આવતા મારા મમ્મીએ પૂછાવ્યું હતું કે શું વ્યવહાર કરવાનો હોય. કારણ કે અમારે ત્યાં કોઈ એવા પ્રસંગ આવ્યા ન હતા ને કોઈ એવું સગું પણ ન હતું જે મમ્મીને આ વિશે કોઈ માહિતી આપી શકે. પણ આપણે ત્યાંથી મમ્મીએ પણ કંઈ બરાબર જવાબ આપ્યો ન હતો. હું જ્યારે મારા ઘરે ગઈ ત્યારે મમ્મીએ પૂછયું પણ ખરું કે તને કંઈ કહ્યું કે શું વ્યવહાર કરવાનો હોય તો મેં ના પાડી કે મને કંઈ કહ્યું નથી. પછી મમ્મીએ મામાના ઘરે પૂછાવી જોયું કે સીમંતમાં શું વ્યવહાર કરવાનો હોય અને તે પ્રમાણે પછી બધી તૈયારી કરી. સીમંતની વિધિ પૂરી