પારણું - 1

  • 770
  • 1
  • 278

પ્રકરણ 1 : જ્યુસ સેન્ટર    દીવાલો પર આક્રોશ સામસામે એવો પછડાઈ રહ્યો હતો કે જો તેમાં સાચે જ ઘનતા હોત તો આજે ઘર ધ્વસ્ત થઇ જાત.  કયારેક વિચાર્યું છે કે આપણને શબ્દો સાંભળ્યા વગર માત્ર અવાજની આપ-લે થી કેવી રીતે ખ્યાલ આવી જાય છે કે કોઈ ઝગડો કરી રહયું છે કે કોઈ જોર જોરથી ગીતો રહયું ? આક્રંદનો પોતાનો સુર હોય છે. 5 મિનિટ સુધી એ ઘર એવા ભયાનક સૂરોથી ગાજતું રહ્યું. ચીસો, તોડફોડ, રુદન..  ધડામમમ …બારણું  ખુલવાનો અવાજ.. ખિસકોલીની ચપળ ગતિએ બુટનો અવાજ ઓટલાના બે દાદરા ઉતરી, ગેટની સ્ટોપર ખોલી, કાર ઓપન કરવાનો ટિન્ટ ટિન્ટ અવાજ કરી કારના