લગભગ 1:45 બપોરનો સમય થયો હશે આજે મેં. બપોરે ઊંઘ લીધી હતી, આંખો ધીરે ધીરે ઢૂંઢળી થતી ગઈ, વિચારો ઘેરાવા લાગ્યા, ઓક્સિજનો પ્રવાસ વધતો ગયો અને ઊંડા શ્વાસો સાથે હું સપનામાં પહોંચ્યો.રોજની જેમ ઊંઘવા માટે મારે આજે ઘણા પ્રયત્નો નતા કરવા પડ્યા બસ આંખો મીચાઈ ગઈ, આંખોમાં ધીરે ધીરે એક નવી દુનિયામાં આવ્યાની માદકતા જોવા મળી, હું સપનામાં પેલીપાર પહોંચ્યો અને ત્યાં એક મોટો રાજ઼મહેલ હતો પણ જાણે મારું જ઼ ગામ અને એ રસ્તો જ્યાં ભાગ્યે વર્ષમાં એક બે વાર મારે જવાનુ થાય, મારાં મિત્રનું ઘરે એ રસ્તાથી જઈ શકીએ એટલે,એક મોટો મહેલ જેની મોટી મોટી દીવાલો અને ઈટાલીયન સ્ટાઈલમાં