ભાગવત રહસ્ય - ૨૯૯ મધુમંગલ જુએ છે કે-બીજાં બાળકો સુંદર સુંદર મીઠાઈઓ લઇ આવ્યા છે.એટલે છાશ ની હાંડલી લાલાને આપતાં તેને સંકોચ થયો છે.તે વિચારે છે કે-ઉત્તમમાં ઉત્તમ વસ્તુ જ લાલાને અપાય.આ છાશ આપું તે ઠીક નથી.આ છાશ કનૈયાને આપવા જેવી નથી. કનૈયાને છાશ આપીશ તો આખો જન્મારો મારે છાશ પીવી પડશે.ખાટી છાશ પી ને કદાચ કનૈયો મારી મશ્કરી કરશે.આમ સમજી મધુમંગલ તે છાશ પી જવા લાગ્યો. તે જ વખતે શ્રીકૃષ્ણની નજર મધુમંગલ પર પડી. કનૈયો કહે છે-એય,મધુમંગલ,તારી મા એ છાશ મારા માટે આપી છે અને તું એકલો પી જાય છે ? છાશ મને આપ,પૂર્ણમાસીએ છાશ પ્રેમથી મારા