ભાગવત રહસ્ય - 297

  • 162

ભાગવત રહસ્ય - ૨૯૭   એક ગોપબાળક,કનૈયા ને કહે છે કે-લાલા,મારી મા એ તારા માટે જલેબી બનાવી છે.મારી મા ને ખબર છે કે લાલાને જલેબી બહુ ભાવે છે.લાલા,હું તારા માટે જલેબી લાવ્યો છું.બીજો બાળક કહે છે કે-કનૈયા,મારી મા એ તારા માટે બરફી બનાવી છે.તો વળી ત્રીજો કહે છે-કે-મારી મા એ તારા માટે દહીંવડાં બનાવ્યા છે. કનૈયો કહે છે કે-હું એકલો નહિ ખાઉં,આપણે સર્વ સાથે મળીને વહેંચીને ખાઈએ.કનૈયો મિત્રો ને સમજાવે છે કે-એકલા કદી ના ખાવ.થોડું થોડું સર્વને આપો.પાસે જો થોડું હોય તો પણ થોડો ભાગ બીજા માટે કાઢી રાખવો અને આપવો.   ભોજન કરતાં કરતાં શ્રીકૃષ્ણ બાળકોને બોધ આપે છે,સાથે