ભાગવત રહસ્ય -૨૮૬ સુરદાસજીએ પણ લાલાજીને પ્રેમથી કીર્તન કરીને હૃદયમાં બાંધ્યા હતા.કહેવાય છે કે-સુરદાસજી જયારે કીર્તન કરતા ત્યારે બાલકૃષ્ણલાલ જાતે આવીને સાંભળતા હતા. સુરદાસજીના ઇષ્ટદેવ “બાલકૃષ્ણલાલ” છે.એક દિવસ સુરદાસજી ચાલતા જતા હતા તે વખતે તેઓ રસ્તામાં એક ખાડામાં પડી ગયા.આંખે અંધ એટલે હવે ખાડામાંથી બહાર કેવી રીતે નીકળે ? તેઓ શ્રીકૃષ્ણનું સ્મરણ કરે છે. શ્રીકૃષ્ણને દયા આવી અને ગોપબાળનું રૂપ ધારણ કરી ત્યા આવ્યા અને સુરદાસજીનો હાથ પકડી તેમને બહાર કાઢે છે. શ્રીકૃષ્ણના કોમળ હાથના સ્પર્શથી સુરદાસજી ને લાગ્યું કે –આ સાક્ષાત ભગવાન હોવા જોઈએ. સુરદાસજી પૂછે છે –કે-તમે કોણ છે ?શ્રીકૃષ્ણે જવાબ આપ્યો કે-હું તો નંદગામના એક