ભાગવત રહસ્ય - 284

ભાગવત રહસ્ય -૨૮૪   યશોદાજી,આજે લાલાને ખાંડણીયા સાથે દોરડાથી બાંધવા લાગ્યા છે.મહાત્માઓ આ દ્રશ્યની કલ્પના પણ કરી શકતા નથી,તેમને પણ યશોદાજી પર થોડો આવેશ આવ્યો છે અને યશોદાજી માટે લખે છે-કે-“આજે એક સાધારણ ગોવાલણ મારા પ્રભુને (મારા લાલાને) બાંધે છે” યશોદા દોરીથી શ્રીકૃષ્ણ ને બાંધવાનો પ્રયત્ન કરે છે,પણ જે દોરીથી તે બાંધે છે તે બે આંગળ ઓછી પડી,તે પહેલી દોરી સાથે બીજી દોરી જોડી તો તે પણ બે આંગળ ઓછી પડી.ત્રીજી દોરી જોડી,તો પણ તેવું જ થયું.ગોપીઓ યશોદાને કહે છે-કે- મા ગમે તે કર પણ લાલાના ભાગ્યમાં બંધન લખ્યું નથી,તે તો અમને સંસારના બંધનમાંથી છોડાવવા આવ્યો છે.   કેટલાક મહાત્મા