"નયન ક્યુ ગીત સાંભળે છે ? મને પણ સંભળાવ ને....!" નયને એક એના કાનમાં થી એક ઈયરફોન એને આપ્યું. એણે એ કાન માં મૂક્યું કે એના કાને આશાજી અને રફી સાહેબના ગીત ના શબ્દો પડ્યા અભી ના જાઓ છોડકર.... કે દિલ અભી ભરા નહીં... એ સાંભળતાની સાથે એની આંખો જાણે ભીની થઈ ગઈ... *** આ વાર્તા છે આજથી લગભગ પંદરેક વર્ષ પહેલાની જ્યારે કિપેડ મોબાઈલનો સમય હતો. એ સમયનું એક નાનકડું ગામ અને એ ગામની એકસરકારી શાળા જ્યાં આજે દશમાં ધોરણના ક્લાસનો છેલ્લો દિવસ હતો. કારણ કે કાલથી એ લોકોની બોર્ડની પરિક્ષાઓ શરૂ થવાની હતી. કાલથી એ લોકોનો રિડિંગ