*મોહપાશ************એ ચેમ્બરમાં દાખલ થયો, એના ચહેરા ઉપર ઉત્સાહ છલકતો હતો, પણ સરને એકદમ ધ્યાનપૂર્વક કંઇક વાંચતા જોઈને બોલતાં અચકાયો. "યસ, નિખિલ! બોલ, શું કહેવું છે? તારા પગલા કહી દે છે કે કંઇક નવું લાવ્યો છે." મોઢામાંથી ધુમાડા કાઢતા અનંત પાઠકે પોતાની ઇમ્પોર્ટેડ સિગાર સાઈડમાં મૂકી."સર, એક ભૂતપૂર્વ મોડેલની અદ્ભુત ચડાવ ઉતારની વાત છે. જબરજસ્ત જિંદગી અને એમાં દરેક રંગોની રંગોળી છે. ઘણું બધું નવું પણ છે જે આપણે દર્શાવી શકીશું." નિખિલે ઉત્સાહિત સ્વરે કહ્યું."હમમ…તું એમની દરેક હકીકતો વ્યવસ્થિત રીતે ટપકાવતો રહેજે. શાંતિથી અને એમની ફુરસદે જઈને મળતો રહેજે. આપણે ઉતાવળ નથી." ઠંડે લહેજે અને ઘેઘૂર અવાજે "અપા" હંમેશની જેમ બોલ્યાં.