મીનાક્ષી મંદિર, મદુરાઇ

  • 144

મીનાક્ષી મંદિર, મદુરાઈમીનાક્ષી અમ્માન મંદિર, ભારતના તમિલનાડુ રાજ્યના મદુરાઈમાં આવેલું એક ભવ્ય મંદિર સંકુલ છે.  લોકવાયકાઓ મુજબ તો એ ચોથી સદીમાં પાંડ્યા શાસકો દ્વારા બંધાયું હોવાનું કહેવાય છે, પરંતુ  કહે છે કે 14મી સદીના અંતમાં તેનો નાશ થયેલો અને આજનું મંદિર તેના વર્તમાન સ્વરૂપમાં ૧૬મી-૧૭મી સદીમાં  રાજા વિશ્વનાથ નાયક દ્વારા બંધાયું હતું.  આ મંદિર ભારતમાં સૌથી વધુ જાણીતું સુશોભિત  રંગો અને કલાકૃતિઓ ધરાવતું, દ્રવિડ શૈલીનું સ્થાપત્ય કહેવાય છે. મદુરાઇ શહેર મંદિરને કમળ ગણી તેની ફેલાતી પાંખડીઓના આકારે રચાયું છે.હિન્દુ દંતકથા અનુસાર, ભગવાન શિવ સુંદરેશ્વરના રૂપમાં મદુરાઈમાં મીનાક્ષી સાથે લગ્ન કરવા આવ્યા હતા; મીનાક્ષી દેવી પાર્વતીનું સ્વરૂપ હતું. મીનાક્ષી અમ્માન મંદિર