જાગ્યા ત્યાંથી સવાર "यत्र प्रबुध्यति तत्र प्रभातम्" જ્યાં જાગૃતિ થાય છે, ત્યાં સવાર થાય છે। એક રાજા ઘણા વર્ષોથી રાજ્યનું શાસન કરતો હતો. તેના વાળ સફેદ થવા લાગ્યા હતા, વૃદ્ધાવસ્થા તેના દરવાજે ટકોરા મારી રહી હતી. એક દિવસે તેણે પોતાના રાજદરબારમાં એક ભવ્ય ઉત્સવનું આયોજન કર્યું. તેણે મિત્ર રાજ્યોના રાજાઓને આદરપૂર્વક આમંત્રણ આપ્યું અને પોતાના ગુરુદેવને પણ બોલાવ્યા. ઉત્સવને રસપ્રદ બનાવવા માટે રાજ્યની સુપ્રસિદ્ધ નર્તકીને પણ આમંત્રણ આપવામાં આવ્યું. રાજાએ પોતાના ગુરુજીને કેટલીક સોનાની મુદ્રાઓ આપી, જેથી નર્તકીના સુંદર ગીત અને નૃત્યની પ્રશંસામાં તેઓ પણ તેને ઈનામ આપી શકે. આખી રાત નૃત્યનો કાર્યક્રમ ચાલ્યો. બ્રહ્મ મુહૂર્તનો સમય આવ્યો, અને નર્તકીએ