આગળ આપણે જોયું કે ધનરાજ શેઠનો સેક્રેટરી મેડમ તારાની બધી વાત સાંભળી જાય છે અને ડરી જાય છે...ગભરામણમાં ઝડપથી ત્યાંથી નીકળે છે. ત્યાં તેનો પગ લાગવાથી એક કુંડું પડી જાય છે અને અવાજ આવે છે. મેડમ તારા સમજી જાય છે કે પાછળ કોઈક છે. તે તરત જ બારી ખોલીને જુએ છે તો કોઈ દેખાતું નથી. તે તરત જ ફરીને જોવા જાય છે, એટલી વારમાં ધનરાજનો સેક્રેટરી ત્યાંથી ભાગી જાય છે. મેડમ તારા બહાર નીકળીને આજુબાજુ બધે તપાસ કરે છે, પણ કોઈ દેખાતું નથી. તેમને સિગારેટની વાસ આવે છે.તેને શંકા જાય છે કે નક્કી અહીં કોઈ હતું જેણે મારી બારી પાસે