મિશન ઇમ્પોસિબલ : ધ ફાઇનલ રેકનિંગ- રાકેશ ઠક્કર ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ : ધ ફાઇનલ રેકનિંગ’ (2025) પછી પણ આ સીરીઝની નવી ફિલ્મ આવી શકે છે. આમ તો એનો આ આઠમો ભાગ અંતિમ હોવાનો પ્રચાર કરવામાં આવ્યો હતો પરંતુ એનો અંત એવો ઈશારો કરે છે કે તેની વધુ એક સીકવલ આવી શકે છે. ટોમ ક્રૂઝને તેના દ્વારા નિર્મિત ત્રણ દાયકા જૂની ફ્રેન્ચાઇઝીનો અંત લાવવાની ઈચ્છા હજુ હોય એમ લાગતું નથી. ખરેખર ફાઇનલ જેવી ફિલ્મ લાવે તો દર્શકો એને આવકાર આપશે. દર્શકો એની આ અંતિમ ફિલ્મ હોવાનું માનીને જ જોવા ગયા હતા. ફિલ્મ બધી રીતે સમીક્ષકો અને દર્શકોની અપેક્ષા પર ખરી ઉતરી નથી.ટોમ ક્રૂઝે ‘મિશન ઇમ્પોસિબલ’ નું જે એક