લવ યુ યાર - ભાગ 88

  • 244
  • 94

લવ યુ યાર ભાગ-88જૂહીનું નામ પડતાં જ લવને જરા અકળામણ થતી હોય તેમ તે બોલ્યો, "પણ દાદુ એ વગર કામનું એટલું બધું બકબક કરે છે ને કે માથું પકાવી દે છે મારું તો માથું ચડી જાય છે." અને મિતેષભાઈ હસવા લાગ્યા અને બોલ્યા, "એ તો હું તેને કહી દઈશ એટલે તે ચૂપ રહેશે બકબક કરીને તારું માથું નહીં ચડાવે બસ અને એક વાત કહું બેટા એ છોકરી બોલે છે ને તેટલું જ છે બાકી ખૂબજ ભોળી છોકરી છે બેટા.""એના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી દાદુ?" લવ તેનાથી જરા દૂર રહેવા માંગતો હોય તેમ તેણે પોતાના દાદુને પૂછ્યું. "અત્યારે તો નથી