આ તરફ તમે જોયું કે મિન્સ તારા અને તેમનો મેનેજર ડોક્ટરની ઓફિસની બહાર ધનરાજ શેઠની રાહ જોઈ રહ્યા હતા.મિસ્ટર જાનને જેન્સી તેના રૂમમાં દવા આપી રહી હતી. મિસ્ટર જાન થોડાક ભાનમાં હોવાથી તે જેન્સીનો હાથ પકડીને પૂછે છે, "હું અહીં કેટલા દિવસથી છું? મને કહેશો પ્લીઝ."જેન્સી ધીમેથી જાનનો હાથ છોડાવતા કહે છે, "તમે અહીં ત્રણ-ચાર દિવસથી છો. તમારી સર્જરી કરી હોવાથી તમારે આરામની જરૂર છે. મેં તમને દવા આપી છે તેનાથી તમને નીંદર આવશે."જાન ફરીથી જેન્સીનો હાથ પકડ્યો અને કહે છે, "મારે નથી સૂવું. મારે મારા અંકલને મળવું છે. મારે તેમની સાથે વાત કરવી છે. મારે નથી સૂવું, તમે સમજતા