" મમ્મી , મારે એના વિશે કાઈ પણ નથી જાણવું બસ મારા માટે એટલું કાફી છે કે હું એને પ્રેમ કરું છું અને એના વગર નહિ રહી શકું " વિધી રડતા રડતા બોલી ." વિધી ના પપ્પા આને કઈક કહો " વનિતા બેન બોલ્યાં " વિધી .... " જશવંત ભાઈ બોલ્યાં " પપ્પા , તમે તો સમજો .….. " વિધી અશ્રુ ભરેલી આંખે પોતાના પપ્પા ને કહી રહી " વિધી બસ .......... " જશવંત ભાઈ બોલ્યાં "હ .... ' વિધી એક દમ ચોંકી ઉઠી " આજ પછી એ છોકરા ને કેજે કે સોસાયટી ના ગેટ પર છોડવા ના આવે બધા લોકો જોવે તો કેવું લાગે