સ્વપ્નિલ - ભાગ 4

" આવી ગઈ ! ક્યાં છે એ " જશવંત ભાઈ થોડો રાહત નો શ્વાસ લેતા હર્ષ ને પૂછ્યું " અહીં બહાર છે વિધી ચાલો બધા " ઘરના બધા જ લોકો બહાર નીકળ્યા ત્યાં જ વિધી પેલા છોકરા સાથે બુલેટ પર ઘરના ડેલા માં પ્રવેશી જ્યોતિ એ જોયું" આ છોકરો કોણ છે " વનિતા બેન બોલ્યાં " અરે કાકી આ પેલો એ જ છોકરો છે જે સ્ટેશન પર .....તમને યાદ નથી કાકા મે કીધુ હતું તમને " જ્યોતિ બોલી " હા તો એ આ છોકરો છે " જશવંત ભાઈ અને બધા લોકો જોઈ રહ્યા ." પણ આ અહિયાં આપણી વિધી સાથે !!!! " શીતલ કાકી બોલ્યાં