" કેવો દેખાવડો હતો નઈ પેલો ! કોણ હશે એ ! એની આંખો કેવી મોટી અને આકર્ષક હતી ! શું નામ હશે તેનું ! " આવા ઘણા પ્રશ્નો તથા ભાવો વિધી ની અંદર જાગી રહ્યા હતા .આવા ભાવો અને પ્રશ્નો ના વલય સાથે વિધી એ આંખો મીંચી .બીજા દિવસે સવાર થી વિધી અને તેની ટોળકી ની ધીંગા મસ્તી ચાલુ થઈ ગઈ ." અરે ચાલો બધા ટોળકી જમવા માટે બેસી જાઓ " શીતલ બેન એ બધા ને બૂમ પાડી બોલાવ્યા ટોળકી આવી અને સાથે જ જમવા બેસી આમ દિવસો પસાર થતા રહ્યા એક દિવસ શીતલ બેન , વનિતા બેન જ્યોતિ અને