પરિણામ જાહેરસવારે ઉઠતાની સાથે જ કંઈક અલગ જ વાતાવરણ જોવા મળી રહ્યો હતો. ટીવી અને રેડિયોમાં એક જ અવાજ સંભળાઈ રહ્યો હતો આજે ધોરણ ૧૦નું પરિણામ જાહેર. સાંભળતા જ આખું વર્ષ કરેલી મહેનત આંખોની સામે યાદ આવે છે. રાતોના ઉજાગરા, કેવી રીતે અભ્યાસ કર્યો, કેટલા ક્લાસો ભર્યા, કેટલા પેપરો લખ્યા, કેટલી સમસ્યાઓનું નિવારણ કર્યું, ના સમજાયેલા મુદ્દા કે અઘરા વિષયો પર વધારે ભાર આપ્યો, રાત્રે મોડા સુધી એકના એક વિષય પર પ્રેક્ટિસ કરવી, મને યાદ છે કે એક વાર ગણિતમાં દાખલાનો સૂત્ર યાદ ન રહેતા સાહેબે ૧૦ થી ૧૫ વખત લખવા આપેલું.કોઈ વિષયનું પેપર રહી ગયું હોય તો ત્યાં બેસીને