આપણે ઘરે ગયા. મમ્મીએ પૂછયું કેમ આટલું બધું મોડું થયું ? આપણે મમ્મીને શાંતિથી બધી વાત કરી. વાત સાંભળીને મમ્મી ખુશ થઇ ગયા. તમે મમ્મીને કહ્યું કે આજે જે ગાયનેક ડોકટરને બતાવીને આવ્યા છેલ્લે સુધી એમની જ દવા ચાલુ રાખવી એમ થાઇરોઇડ વાળા ડોકટરે કહ્યું છે. મમ્મીએ તરત જ કહ્યું કંઈ વાંધો નહીં. પણ દવા બરાબર કરવાની. એમાં જરા પણ ચૂક થવી ન જોઈએ. હકીકતમાં એવું હતું કે આપણા પહેલાં આપણા કુટુંબમાં છેલ્લા ત્રણ કાકાના લગ્ન થયા હતા પણ એ ત્રણેયને ત્યાં વર્ષો વીતી ગયા પછી પણ કોઈ સંતાન ન હતું. એટલે ક્યાંક ને ક્યાંક આપણા સૌના મનમાં એવો ડર