ડો.શશી દિલ્હી સેમિનારમાં ભાગ લેવા સાંજની ફ્લાઈટમાં નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. તેમના જેવા શ્હેરના મોટાભાગના ગાયનેક જઈ રહ્યા હતા. તેમના પત્ની તેમનો સામાન પેક કરી રહયા હતા.ત્યાં તેમના મિત્ર ડો.પ્રિયંકનો ફોન આવ્યો. " શશી જલ્દી આવને એક ખૂબ કોમ્પ્લિકેટેડ કેસ આવી ગયો છે. તારા સિવાય કોઈ સોલ્વ નહીં કરી શકે. આવ જલ્દી " " આવી ગયો છે કે તે બનાવી દીધો છે " " પ્લીજ મારી મદદ કર તારા સિવાય કોઈ આ કેસ નહીં બચાવી શકે " " સાંભળો છો, જઈ આવો હજુ તમારી ફલાઈટને ચાર