ફણગો - વાર્તામાં સંનિધિકરણ પ્રયુક્તિનું નિરૂપણ

  • 148

ગુજરાતી સાહિત્યજગતમાં કવિ, નિબંધકાર, સંશોધક, સંપાદક, વિવેચક અને વિશેષ તો વાર્તાકાર તરીકે નામના ધરાવનાર ડૉ. ભરત સોલંકીનું નામ હવે નવું નથી. તેમની પાસેથી ‘રૂપાંતર’(૨૦૧૩), ‘કાકડો’(૨૦૧૭) અને ‘વિડીયોશૂટિંગ’(૨૦૨૪) એમ ત્રણ ટૂંકીવાર્તા સંગ્રહો પ્રાપ્ત થાય છે. અહીં ‘કાકડો’ વાર્તાસંગ્રહમાં ગ્રંથસ્થ ‘ફણગો’ વાર્તાને સંનિધિકરણની દૃષ્ટિએ મૂલવવાનો પ્રયત્ન કરીએ તે પહેલાં ‘સંનિધિકરણ’ પ્રયુક્તિને સમજીએ.‘સંનિધિકરણ’ એટલે ‘સહોપસ્થિતિ’, જે અંગ્રેજીમાં ‘Juxtaposion’ તરીકે જાણીતી થયેલી સંજ્ઞા છે. ‘સંનિધિકરણ’ એટલે કોઈ સમાન કે વિરોધી ઘટના, પાત્રો, વિચારો કે પરિસ્થિતિને સામ-સામે મૂકીને તેમાંથી નવી જ ભાવસ્થિતિ જન્માવવી . ઉદા. તરીકે લગ્નના પ્રસંગ સાથે મરણનો પ્રસંગ, ખૂબ જ ઊંચી વ્યક્તિ સાથે ખૂબ જ નીચી વ્યક્તિને મૂકવી, એક રૂઢિવાદી માણસ સાથે