ઘરના છોકરાં ઘંટી ચાટે અને આતંકવાદીઓને આંટો, આ નીતિ અત્યારે પાકિસ્તાનને એટલી ભારે પડી રહી છે કે પાકિસ્તાને દેવાળું ફૂંકયું છે. પાકિસ્તાનમાં ભૂખમરો ચરમ પર છે. મોંઘવારીએ માનવતાની તમામ હદો પાર કરી દીધી છે. ત્યાં હવે અર્થવ્યવસ્થા જેવું કશું જ નથી. જ્યારે જુઓ ત્યારે પાકિસ્તાનને કટોરો લઈને ફરવાની આદત પડી ગઈ છે. હવે તેને જાહેરમાં પણ ભીખ માંગવામાં શરમ નથી આવતી. આવી ખસ્ત હાલત હોવા છતાં પણ પાકિસ્તાનની શાન ઠેકાણે નથી આવતી અને વારંવાર ભારતને છંછેડ્યાં કરે છે, તેની પાછળ આપણાં જ કેટલાંક કહેવાતાં મિત્રોનો હાથ હોવાનું જાહેર થયું છે. આઝાદી બાદ પાકિસ્તાન પાસે પોતાની જાતને સાબિત કરવા