કુપ્પી ભાગ ૪કુપ્પી અને જયેશભાઈ શાંત પડ્યા . " જા બેટા તું પહેલા નાહી લે એટલામાં હું તારા માટે કંઈક નાસ્તો બનાવી આપુ. શું ખાઈશ બોલ ? " નીલાબેને પૂછ્યું ." મમ્મી છ વર્ષમાં મેં જેટલી તને યાદ કરી છે એટલા જ તારા હાથના કાંદા પૌવા પણ યાદ કર્યા છે તો તું કાંદા પૌવા બનાવી દે હું નાહીને આવું છું " થોડીવારમાં આખી ચાલીને ખબર પડી ગઈ કે કુપ્પી કેનેડાથી આવ્યો છે . આખી ચાલી જાણે એક પરિવાર જેવી જ હતી એટલે બધા જ એને મળવા ઘરમાં આવ્યા . જોકે અડધા ઘર બંધ હતા છતાં જેટલા લોકો આવ્યા એમાં તો ઘર આખું