વિરહની વેદના..... વિરહની વેદના જાણવી હોય તો એક દીકરીને પૂછો કે પછી તેના માઁ-બાપને. એક સ્ત્રી જ્યારે માઁ બનવાની હોય છે ને ત્યારે પતિ-પત્ની બંને એ આવનાર બાળકને લઈને ન જાણેકેટકેટલા સપના જોવે છે. કે બાળક આવશે ત્યારથી માંડીને તેના ભણતર સુધી, તેના સારા ભવિષ્યથી લઈને તેની તમામ ઈચ્છાઓ પૂરી કરવાનું સપનું તે જોઈ લે છે. પછી જ્યારે બાળક એક નાનકડી પરીના સ્વરૂપે માઁ બાપના હાથમાં આવે છે ને ત્યારે દુનિયાના તમામ દુઃખ ચિંતાઓ જાણે દૂર થઈ જાય છે. કારણકે એ માઁ બાળકને જો નવ મહિના પોતાની કૂખમાં ઉછેરે છે તો પિતા પોતાના દિમાગમાં ઉછેર કરે છે. હવે આવુ જ