તલાજીનું ખેતર: ઔદ્યોગીકરણનું વરવું ચિત્રણ

  • 194
  • 66

અનુઆધુનિક યુગમાં વાર્તાકાર દશરથ પરમારનું નામ હવે અજાણ નથી. તેમની પાસેથી ‘પારખું,’ ‘બે ઇ-મેઇલ અને સરગવો’ અને વર્ષ ૨૦૨૩માં ‘દરબારગઢની બીજી મુલાકાત’ જેવા વાર્તાસંગ્રહો પ્રાપ્ત થાય છે. દશરથ પરમારની વાર્તાઓમાં માનવમનની તરેહો, દલિતસંવેદના, દલિતેતરસંવેદના, જીવનની કટોકટી કે સૂક્ષ્મ નિરીક્ષણો વગેરે બાબતોના દર્શન થાય છે. અહીં ‘દરબારગઢની બીજી મુલાકાત’ સંગ્રહમાં ગ્રંથસ્થ ‘તલાજીનું ખેતર’ વાર્તાને ઔદ્યોગીકરણ સંદર્ભે તપાસીએ.  પ્રસ્તુત વાર્તામાં ઔદ્યોગીકરણથી ગામડામાં કેવી કરૂણ પરિસ્થિતિ સર્જાય છે તેનું તાદૃશ્ય વરવું ચિત્રણ જોવા મળે છે. ગામના તલાજી નામના ખેડૂતનું ખેતર કોઈ વિદેશી કંપનીએ સારી એવી કિંમત આપી ખરીદી લીધું છે અને આવા તો ગામના ઘણા લોકોના ખેતરો કંપનીએ ‘બથાવી’ પાડ્યા છે. પછી જે તલાજીની