મકાનનાં નામસહુને એક સપનું હોય જ છે, "મારે પણ એક ઘર હોય." સિવાય કે મકાનમાલિકની પ્રોપર્ટી પર કબ્જો જમાવી બેસી જવાનું સ્વપ્ન હોય. મોટા શહેરમાં સારા લોકેશન પર ઘર હોય તો હોમલોનના હપ્તા ભરવા કરતાં એવું સ્વપ્ન ઘણાને વધુ સારું લાગે છે.હવે તાણીતુસીને ઘર તો બનાવ્યું, વહાલા સંતાનની જેમ વહાલા ઘરને નામ આપવાની ઘણાને ઈચ્છા થાય છે. છેલ્લાં ત્રીસેક વર્ષથી લોકો ફ્લેટમાં રહેવા માંડયા છે. ફ્લેટને નામ આપો એ કેવું લાગે? એક ફ્લેટ બીજે માળે બહારથી લીલો રંગી બાલ્કની ઉપર ‘સીતા નિવાસ’ લખ્યું હોય, નીચે ગ્રાઉન્ડફ્લોર પર ગુલાબી ચૂનો લગાવી ‘રાંદલકૃપા’ અને ત્રીજે માળે પિલ્લર પર ચોકઠાની ડિઝાઇન કરી ઉભા