આમ, તો આર્યા ને જુદી-જુદી વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે. એમાં પણ મમ્મીની વાર્તાઓ તો આર્યાનો આખા દિવસનો ગમતો સમય.મમ્મીના ખોળામાં બેસીને કરેલી ચાંદાની શોધ આર્યા માટે આજે પણ કૌતુકનો વિષય છે.આર્યાનુ ભોળુ બાળપણ, ક્યારેય કોઈની સાથે ન કરી શકે એવી વાતો આ ચાંદાને જોઈને કર્યા કરે.તેના માટે ચાંદો એ કોઈ વિજ્ઞાનનો વિષય છે જ નહી કે નથી બ્રહ્માંડનો કોઈ ઉપગ્રહ.તેના માટે ચાંદો એક શાંત સથવારો ,એ મિત્ર છે જેને મળવા માટે આર્યાને હવે અંધારુ પણ નડતુ નથી .આર્યાને રાતના સમયે શાંત વાતાવરણમાં બસ, એકીટસે ચાંદા સામે તાકીને બેસી રહેવુ બહુ ગમે.ક્યારેક વિચારે ચડી જાય તો તેની મમ્મીને પૂછે કે મમ્મી