ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "શું વાત છે સર, કેમ અચાનક મને યાદ કર્યો?" શ્રીવાસ્તવે પ્રધાનમંત્રીજી ને કહ્યું. એની સાથે આઈ.બીના ચીફ રાકેશ મિશ્રા પણ હતા. "શ્રી વાસ્તવ જી એક ગંભીર મામલો સામે આવ્યો છે. મને હમણાં જ આર્મી ચીફનો ફોન આવ્યો હતો. તમારે અને મિશ્રાજી એ તમારી તમામ તાકાત લગાવવી પડશે." કહી અને પછી પ્રધાનમંત્રીજી એ કારગિલના નાના ગામના એક યુવકે જે જોયું હતું એ જણાવ્યું. અને ઉમેર્યું. "મિલિટરી ઇન્ટેલિજન્સને આજે બપોરે આ વાતની જાણ થઈ છે. પણ એ લોકોની તપાસ જેમ જેમ આગળ વધતી જાય છે એમ એમ મામલો