મારા અનુભવો - ભાગ 40

  • 130

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 40શિર્ષક:- ફીરોજપુરલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 40. "ફીરોજપુર "લઘુકૌમુદ્દીનો અભ્યાસ ફરી શરૂ કર્યો હતો. કેટલાક લોકોની સલાહ હતી કે મારે પરીક્ષા આપીને ભણવું જેથી ચિંતાપૂર્વક નિર્ધારિત સમયમાં અધ્યયન આગળ વધે.કનખલમાં જ આવેલા મુનિમંડળ આશ્રમની પાઠશાળામાં હું દાખલ થયો. અહીંના અધ્યક્ષ પણ સારા ભલા માણસ હતા. કોઈ સમયે આ આશ્રમ બહુ પ્રભાવશાળી હતો. સ્વામી કેશવાનંદજી દ્વારા સંસ્થાપિત આ આશ્રમ ચોથી પેઢીએ પહોંચતાં થોડો ઢીલો થયો હતો. તેમ છતાં તેની પાસે ૭૦૦ વીઘાં ફળદ્રુપ મૂલ્યવાન જમીન સાથે ઘણી સંપત્તિ હતી. અહીં વિદ્યાર્થીઓ ઓછા હતા, પંડિત એક જ હતા. કેટલીક