ગર્ભપાત - 8

ગર્ભપાત - ૮            ધૂમાડામાંથી બનેલી આકૃતિ ધીમે ધીમે હવે શાશ્વત રૂપમાં આવી રહી હતી. ડો. ધવલ દવેએ જોયું તો પોતે બેઠો હતો ત્યાંથી પાંચ ફૂટના અંતરે એક કપડામાંથી બનેલી ઢીંગલી ઊભી હતી. લાલ રંગના ફ્રોક અને એ મુજબના શણગારમાં સજ્જ એ ઢીંગલીની આંખો અંગારાની માફક લાલ બનીને તગતગી રહી હતી. ડો. ધવલ દવે આ અપ્રાકૃતિક ઘટના જોઈને પોતાની આંખો ચોળવા લાગ્યો. થોડીવારમાં એને ખ્યાલ આવી ગયો હતો કે પોતે જે જોઈ રહ્યો હતો એ સત્ય જ છે કોઈ ભ્રમ નથી.      ઢીંગલીનું ભયંકર સ્વરૂપ અને કપડામાંથી બનેલી હોવા છતાં માણસની માફક બોલતી જોઈને ડો.