12. બદમાશોની પકડથી છૂટ્યા ગુફાના પ્રવેશદ્વાર પાસે થાંભલો બનીને ઊભા રહી ગયેલા બંને ચોકીદારો ક્રિકની રાડથી સક્રિય થયા. બંનેએ પોતપોતાની પિસ્તોલો જમીન પર ફેંકી દીધી. વિલિયમ્સે બંને પિસ્તોલ તરત જ ઊઠાવી લીધી.સ્થિતિ એવી હતી કે વિલિયમ્સની ડાબી બાજુ બંને પહેરેદારો હતા. ત્યાં જ ગુફાની બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો હતો. વિલિયમ્સની જમણી બાજુ સ્ટીવના ગળે છરો મૂકીને ક્રિક ઊભો હતો. એટલે એમણે બહાર નીકળવા માટે દિશા બદલવી પડે એમ હતું.‘વિલિયમ્સ, બંને પિસ્તોલ લઈ લે અને બહાર નીકળી જા.’ ક્રિકે બૂમ પાડી. એ સ્ટીવના ગળે છરીની અણી અડાડીને એ જ સ્થિતિમાં ઊભો હતો.વિલિસમ્સે નીચે પડેલી પિસ્તોલો પોતાના કબજામાં લઈ લીધી. તેમાંની એકને